જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી
અમરેલી
DEO Amreli | Varah Swarup

વરાહ સ્વરૂપનું મંદિર-જાફરાબાદ

જાફરાબાદથી માત્ર એકાદ કિલોમીટરના અંતરે અફાટ અરબી સમૃદ્રના કાંઠે આવેલ ભગવાન વરાહ સ્વરૂપનું આ મંદિર આશરે 1500 વર્ષ પુરાણું મંદિર છે. કહેવાય છે કે દુર્યોધન ના કાવતરા પછી લાક્ષગૃહમાંથી બચી નીકળેલા પાંડવો અહીંથી નીકળ્યા હતાં અને શિવના પુજારી ભીમે અહી જ શિવલીંગની પુજા કરી હતી. દરિયાકાઠાંના આ વરાહ સ્વરૂપ ગામે મંદિરમાં છેલ્લા પચ્ચીસ વર્ષથી સેવાઓ આપતા મહંત રામદાસજીના મતે ભગવાન વિષ્ણું વરાહ સ્વરૂપનું આ મંદિર સમગ્ર ગુજરાતમાં તો એક અને આગવું છે. ભગવાન વરાહ સ્વરૂપનું બીજું મંદિર દક્ષિણ ભારતમાં તિરૂપતિ બાલાજીના મંદિર પાસે છે. અહીં પ્રત્યેક ચૈત્ર સુદ પુનમે તથા ભાદરવી અમાસે અહી શ્રધ્ધાળુઓનો મેળો જામે છે અને સૌ ભકિતપૂર્વક ભગવાનના વારાહ સ્વરૂપના પૂજા - અર્ચન કરે છે.ગીરના ડણકતા વનરાજો, પાંચાલ પ્રદેશની દરિયાની સપાટીથી 1190 ફૂટ ઉચે આવેલ સમતોલ ટેકરીઓ અને અરબી સમુદ્રામાં ઘુઘવતા પાણી વચ્ચે ત્રિવેણી સંગમ રચતો અમરેલી જિલ્લો અનેક રીતે વિશિષ્ટ છે. સમગ્ર સૌરાષ્ટ્રની ચોકી કરતું હોય તેવું જાજરમાન તેનું અસ્તિત્વ છે. અમરવલ્લી એટલે અમરવેલ જે કદી મુરઝાય નહી નિત્ય ઝુલતી અને ખીલતી રહે અને સર્વત્ર પરિમલ ફેલાવતી રહે....અમરવેલી....... ગોરધનદાસ સોરઠીયા ( અમરેલીની આરસી )

અમરેલી જિલ્લો 11 તાલુકાનો બનેલો છે. જેમાં અનેક પ્રવાસન સ્થળો છે. મર્યાદિત જગ્યા અને સમયને કારણે બહુ થોડા સ્થળોની માહિતી આપી શકયા છીએ. એવી અનેક જગ્યાઓ - સ્થળો છે જેમ કે લાઠીમાં આઈ જાનબાઈની જાગતી જગ્યા, સંત સાંકળીમાં મીંઢોળ બંધો દેદો, વાલો કેસરિયો, શાહ ગૌરાની વાવ અને ભુરખિયા હનુમાનજીનું મંદિર લીલીયામાં અંટાળિયા મહાદેવ, હડાળામાં વ્રજ સૂરેશ્ર્વર મહાદેવ, બાબરામાં રાંદલના દડવા અને સુપ્રસિધ્ધ ધરોઈની હવેલી, વડિયામાં ઘુંઘવનાથની જગ્યા અને બગસરામાં હાથ વણાટ, આરી ભરત, ગોલ્ડ પ્લેટિંગ ઉધોગ જાણવા અને માણવા લાયક છે