જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી
અમરેલી
DEO Amreli | Shiyalbet Rajula

શિયાળ બેટ-રાજુલા

અમરેલી જિલ્લાના જાફરાબાદ પાસે સમુદ્રની વચ્ચે ટાપુ પર આવેલ શિયાળ બેટ એક જમાનામાં જહોજલાલી ધરાવતી સમૃધ્ધ નગરી હતી. ગુજરાત જેનું ગૌરવ કરે છે તે વનરાજ ચાવડાના વંશ અનંત ચાવડા નામના રાજાએ સિંહલદ્રિપ નામની સમૃદ્ર નગરીનું નિર્માણ કયું હતું. જેમાં ઉચ્ચ પ્રકારના બાંધકામ, ગગનચુંબી મંદિરો, વાવો, ધર્મશાળા અને પ્રજાના રક્ષણ માટે કિલ્લા, ચાર દરવાજા, બે ડોકાબારી , મોટા બુગદાઓ સહિતનો કિલ્લો બાંધીને આધુનિક સવલતો ઉભી કરી હતી.કાળની થપાટ અને સમય પરિવર્તન સાથે એક જમાનાની આ સમૃદ્ર નગરીની આજે શિયાળબેટ તરીકે ઓળખાય છે.શિયાળબેટમાં ગંગાવાવ નામનું પ્રાચીન તળાવ છે. ચેલૈયાનો ખાંડણિયો, ગોરખનાથની મૂર્તિ- આશ્રમ, ગણપતિ તથા હનુમાનજી અને જૈન ધર્મના નેમિનાથ અને પાર્શ્ર્વનાથની અમૂલ્ય મૂર્તિઓ પણ છે. તદઉપરાંત અબુપીર અને સવાઈદુલા નામના મૂસ્લિમ ઓલિયાની કબરો અને ભેંસલાપીર આવેલા છે.