જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી
અમરેલી
DEO Amreli | Pipavav Port

પીપાવાવ પોર્ટ-રાજુલા

ઈ.સ. 1370 માં ઉત્તરપ્રદેશની ભૂમિના રાજવી દંપતી પીપાજી અને સીતાદેએ આ સ્થળે રાજપદ ત્યાગી અને વાનપ્રસ્થાશ્રમ ગ્રહણ કર્યો હતો. પીપા ભગતે સૌપ્રથમ અહી વાવ ગાળી હતી તેથી આ બંદરને પીપાવાવ કહેવામાં આવે છે. તેમજ આઝાદી પહેલાના ઈજનેર રિચાર્ડ પ્રોકટરે આ વિસ્તારનું મહત્વ પારખીને તા. 17/3/1890 ના રોજ ઈંગ્લેંન્ડના પાટવી કુંવર પ્રિન્સ આલ્બર્ટ વિકટરના હાથે આ બંદરને ખુલ્લુ મૂકાવી વિકટર બંદર નામ આપ્યું હતું. પીપાવાવમાં ભરતીના વખતે 50 ફુટ ઉડા અને ઓટ વખતે 35 ફુટ ઉંડા પાણી રહે છે.તેથી મોટી સ્ટીમરને અવર - જવર કરવામાં વાંધો આવતો નથી. દરિયાઈ માર્ગે પીપાવાવથી મુંબઈનું અંતર 270 કિ.મી. થાય છે. પીપાવાવ બંદરનું મહત્વ જોતા તેને કરોડોના ખર્ચે વિકસાવવાનું આયોજન છે. ગુજરાત સરકારે પીપાવાવ પોર્ટ ટ્રસ્ટની રચના કરી છે અને તે પ્રવાસધામ તરીકે વિકસી શકે તેમ છે એટલે અહીના વિકાસની શકયતા ખૂબજ વધી રહી છે. પીપાવાવમાં આજે એક ભવ્ય મંદિર છે અને સદાવ્રત ચાલે છે.