જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી
અમરેલી
DEO Amreli | Nagnath Mahadev

શ્રી નાગનાથ મહાદેવ

લગભગ 194 વર્ષ અગાઉ વડોદરાના તત્કાલિન મહારાજા તથા દિવાનશ્રી ના સંનિષ્ઠ પ્રયાસોથી આ ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે. ભૂતપૂર્વ વડોદરા રાજયના અમરેલી પરગણાના દિવાનજીશ્રી વિઠ્ઠવરાય દેવાજી ખુબજ ધર્મપ્રેમી અને શિવભકત હતાં.તેમની ગૌશાળાની ગાયના આંચળમાંથી આપોઆપ દુધની સેરો ફુટતી અને ત્યાંની ધરતીમાં સમાઈ જતી. આ સઘળી હકીકત દિવાનજીએ જોઈને ત્યાં એક શિવાલય બંધાવવાનો સંકલ્પ કર્યો.

વિક્રમ સંવત 1869 શકે 1734 ( ઈ.સ.1812—13 ) મહાસુદી છઠ્ઠ બુધવારે શ્રી નાગનાથ મહાદેવનો પાયો નખાંયો. મંદિર બાંધવા અંદાજે સોળ હજાર રૂપિયાની ખર્ચ થયો હતો. મુખ્ય રસ્તા ઉપર શ્રી નાગનાથ મંદિરનો મુખ્ય દરવાજો છે અને તેના સ્તંભો પર બન્ને બાજુ સિંહોના મોટા શિલ્પ બેસાડયા છે. પૂર્વોત્તર ભાગમાં એક મોટી વાવ બાધવામાં આવી હતી જે હાલ પૂરી દેવામાં આવી છે. મુખ્ય મંદિર થી અલગ મંદિરમાં રહેલા નંદિનું આ પ્રકારનું આ પ્રકારનું શિલ્પ વિધાન ધણાં ઓછા મંદિરોમાં જોવા મળે છે. પટાંગણની વચ્ચે ભવ્ય મુખ્ય શિખરબંધ મંદિર આવેલું છે. જેમાં ભગવાન શ્રી શિવનું સ્વયંભૂ લિંગ છે. પાછળ થોડી ઉંચાઈએ એક લંબચોરસ ચાંદી મઢેલા ગોખમાં મા ભગવતી પાર્વતીની મૂર્તિ છે.

શ્રી નાગનાથે મહાદેવ સમગ્ર અમરેલીના લોકોનું શ્રધ્ધાનું કેન્દ્ર છે. હજારો દર્શનાર્થીઓને આ સ્થાને આધ્યાત્મિક શાંતિ અને પરિત્રતોનો અનુભવ કરે છે.