જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી
અમરેલી
DEO Amreli | MulDasBapu

મહાત્મા મુળદાસ બાપુ ની જગ્યા

સૌરાષ્ટ્રમાં ઉના તાલુકાના આમોદરા ગામમાં લુહાર દંપતિને ત્યાં 1771 કારતક સુદ અગિયારસ ( દેવદિવાળી ) ના દિવસે તેમનો જન્મ થયો. તેમનું નામ મુળજી રાખવામાં આવ્યું. આ દિવ્યાત્માએ નાની ઉંમરે વૈરાગ્ય લઈ ઘરેથી નીકળી પડયાને ઈશ્ર્વર આરાધનામા લીનથયા. તેઓ ઈશ્ર્વર ભકિત અને જ્ઞાનપ્રકાશથી સમાજના તારણહાર બન્યા. તેમણે સવંત 1768 માં અમરેલીમાં આશ્રમની સ્થાપના કરી. તેઓ દ્રારકાધિશના દર્શન કરીને આવતા હતા ત્યારે જામનગરના નરેશને ગુરૂજ્ઞાન આપી કંઠી બાંધી.

મુળદાસ બાપુએ રાધા નામની સ્ત્રીને આત્મહત્યા કરતી રોકીને તેનું કલંક પોતાના શિરે લીધું તેથી સમાજમાં અપમાનિત થયાં લોકોએ હડધુત કરી ગધેડે બેસાડી ગામ બહાર કર્યા. પરંતુ સમય જતાં સત્ય બહાર આવતા લોકોને તેમની ભૂલ સમજાણી અને તેમની માફી માંગી. ત્યારબાદ લોકો બાપુને વાજતે ગાજતે સામૈયા કરી આશ્રમમાં લાવ્યા.

તેમણે લોકસાહિત્યમાં અનેક ભકિત રચના કરી અને ઈશ્ર્વર આરાધનામાં પોતાનું જીવન અર્પણ કર્યું. તેમના દ્રારા બચાવાયેલી રાધાબાઈની કુખેથી જન્મેલ બાળક મોટો થઈ સ્વામિનારાયણ ધર્મની ધરોહર બન્યો જેને આજે આપણે મુકતાનંદ સ્વામિ તરીકે યાદ કરીએ છીએ. આમ મહાત્મા મુળદાસજીએ અનેક લોકોના જીવનપરિવર્તન કર્યા અને આપણને એક મહાન સંતની ભેટ આપી. તેઓ સવંત 1835 ચૈત્રસુદ રામનવમીના દિવસે બ્રહ્મલીન થયાં. આજે હજું પણ અમરેલી શહેરની વચ્ચે ટાવર પાસે તેમનું સમાધિ મંદિર અને કૂઈ છે. જયાં અનેક લોકો ભકિત - ભજન કરે છે