જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી
અમરેલી
DEO Amreli | Default

મુખ્ય પાનું

આપ સાહેબશ્રી અમરેલી જિલ્લાની મુલાકાતે પધારેલા છો ત્યારે અમરેલી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તથા સમગ્ર શિક્ષણ જગત અને વિદ્યાર્થી પરિવાર આપનું હદય પૂર્વક આ જિલ્લામાં સ્વાગત કરે છે. અમરેલી મુળ સયાજીરાવની નગરી અને શિક્ષણ ફરજિયાત તેથી અહિનો શિક્ષણ જગતનો ઈતિહાસ ખુબ જુનો છે. વયોવૃધ્ધ માણસો પણ શિક્ષિત જોવા મળે. આ જિલ્લામાં શિક્ષણને પુજા તરીકે જોવામાં આવે છે. આ ધરતી મુળે સંત અને ધર્મ શૂરા તથા યશસ્વી પ્રશાસકોની છે.જેમાં સંત મુળદાસ અને ભોજા ભગત અગ્રણી છે. અહીથી દેશ સેવાની જયોત પ્રગટાવનાર અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ જન્મ્યો છે.જેમાં કવિરાજ હંસ, ગુણવંતરાય પુરોહિત છે. તેમજ અહીંથી વિદ્રવાન રાજનિતિજ્ઞો જેવા કે ગુજરાત રાજયના પ્રથમ મુખ્યમંત્રીશ્રી મું.ડો.જીવરાજભાઈ મહેતા વર્તમાન રાજયસભાના સભ્યશ્રી અને ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી ..વધુ વાંચો

અમરેલી જિલ્લાનો  સાક્ષરતાદર

ક્રમ તાલુકો કુલ પુરૂષ સ્ત્રી
1 કુંકાવાવ 70.68 79.32 62.49
2 બાબરા 63.62 73.10 54.08
3 લાઠી 69.95 79.91 59.84
4 લીલીયા 68.44 78.74 58.23
5 અમરેલી 79.97 87.60 72.22
6 બગસરા 74.02 81.68 66.52
7 ઘારી 71.16 79.24 62.99
8 સાવર કુંડલા 66.36 76.23 56.62
9 ખાંભા 62.88 74.81 51.42
10 જાફરાબાદ 46.43 61.12 31.35
11 રાજુલા 58.31 72.50 44.04
  કુલ 67.72 77.68 57.77

સાક્ષારતા દર ની દ્રષ્ટીએ અમરેલી જીલ્લામાં સૌથી વધારે સાક્ષરતા દર (૭૯.૯૭ ટકા) અમરેલી તાલુકાનો છે. જ્યારે સૌથી ઓછો (૪૬.૪૩ ટકા) જાફરાબાદ તાલુકાનો છે.ભારતનો સાક્ષરતાદર ૬૫.૩૮ છે.  ગુજરાતનો સાક્ષરતાદર ૬૯.૯૭ છે. તેમજ અમરેલી જીલ્લાનો કુલ સાક્ષરતાદર ૬૭.૭૨ છે. જે રાજ્યના દર (૬૯.૯૭) કરતા નીચો છે. જ્યારે રાષ્ટ્રના દર (૬૫.૩૮) કરતા ઉંચો છે.

છેલ્લા ૩ વર્ષનુ પરિણામ

વર્ષ ધોરણ:-૧૦ ધોરણ:-૧૨  સામાન્ય ધોરણ:-૧૨ વિજ્ઞાન
  જીલ્લા મા.શિ.બોર્ડ જીલ્લા મા.શિ.બોર્ડ જીલ્લા મા.શિ.બોર્ડ
2007 80.97 % 70.65 % 93.53 % 89.31 % 90.07 % 83.54 %
2008 79.27 % 63.58 % 91.45 % 86.99 % 92.07 % 75.85 %
2009 75.80 % 56.43 % 93.29 % 85.31 % 90.62 % 73.54 %