જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી
અમરેલી
DEO Amreli | ChanchBandar

ચાંચ બંદર-રાજુલા

ચાંચ બંદર અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં 30 કિ.મિ. દૂર આવેલું છે. વિકટર બંદરથી નાવડીમાં બેસીને ચાંચ બંદર જવાય છે. ચાંચ બંદરનો પોતાનો આગવો ઈતિહાસ છે. અહી ઘુઘવતો અરબી સમુદ્ર મન ભાવન છે. અગરિયા જાતિના લોકો અહીં વસે છે. પક્ષીની ચાંચ જેવો દરિયા કિનારાનો આકાર અને અહીં વર્ષો પહેલા થતી ચાંચિયાગીરીને કારણે તેનું નામ ચાંચ બંદર પડયું છે. ભાવનગરના એ વખતના રાજવી શ્રી કૃષ્ણકુમારસિંહજીએ અરબ સાગરના કિનારે સુંદર બંગલો બનાવ્યો હતો. જે એક સુંદર અને રમણીય સ્થળ છે.

ચાંચ બંગલો - રાજુલા

રાજુલાના વિકટર બંદરેથી દરિયાઈ માર્ગે માત્ર 3 કિ.મી. ના રસ્તે આવેલા ચાંચ બંદરમાં ભાવનગરના મહારાજાએ ચાંચ ગામના સમુદ્ર કાંઠે આ બંગલો બાંધવા નો શરૂ કરેલો. આ બાંધકામ 10 વર્ષે રૂ।. 20 લાખના ખર્ચે પૂર્ણ થયું હતું. આ બંગલામાં 88 જેટલા ખંડો છે અને તે જમાનામાં આધુનિક કહેવાય એવી તમામ સવલતો ધરાવતો ચાંચ બંગલો આજે પણ એની ભવ્યતાની સાબિતી આપતો અડિખમ ઉભો છે. સમુદ્ર કાંઠે તેની સુંદરતા દર્શનીય છે. સહેલાણીઓ ચાંચ બંગલાની અચૂક મુલાકાત લે છે.