જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી
અમરેલી
DEO Amreli | BhojaBhagat

ભોજાભગતની જગ્યા - ફતેપુર

અમરેલી પાસેના નાનકડાં ફતેપુર ગામમાં ભોજાભગતની જગ્યા આવેલી છે. એમનું પ્રાગટય જેતપુર પાસે દેવકી ગાલોલ ગામમાં થયું હતું. બાળપણમાં તેઓ બાર વર્ષ દુધ ઉપર રહ્યા હતાં. તેથી “દુધાહારી - બાલયોગી” કહેવાય. તેમનો જન્મ સવંત 1841 ( ઈ.સ.(1785) માં વૈશાખી પૂનમે થયો હતો. “ ચાબખા” નામનું મૌલિક અને ધાર્મિક કાવ્ય પ્રકારનું સર્જન કર્યું છે. તેમણે કીર્તન, હોરી, વાર, તિથિ, મહિના, ઘોળ વગેરે અનેક પદોનું સર્જન કર્યું છે. તેમની વાણીમાં કુલ 204 પદોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. તેમના જીવન- કવન મુજબ તેઓ “ ગુજરાતના કબીર” તરીકે ઓળખાય છે. ફતેપુર ગમમાં સ્મૃતિચિન્હો જેવા કે ઢોલિયો, પાઘડી, માળા,ચરણપાદુકા સંગ્રહિત છે જેનું ત્યાં પૂજન થયા છે.

એમના “ હાલોને કીડીબાઈની જાનમાં” પદ આજે પણ વિશ્ર્વ વિખ્યાત છે. તેમની છઠ્ઠી પેઢીના વંશજ શ્રી શાંતિરામજી મહારાજ તે જગ્યાના ગાદી વારસ મહંત છે.