જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી
અમરેલી
DEO Amreli | Amreli Darshan

અમરેલી દર્શન

“અમારી એ જ અમરેલી વસે છે તાઈ અને તેલી,
કરે છે અપ્સરા કેલી, રહયા છે રંગ જયાં રેલી,
જયાં મૂળદાસની ડેલી, અમારી એજ અમરેલી”

પ્રજ્ઞાચક્ષુ કવિ હંસ

પ્રસ્તાવના

અહી અમરેલીને કવિઓએ લીલીછમ્મ વેલી તરીકે જાણી છે. આ જિલ્લાના મહત્વના સ્થળો, વિદ્યાધામો, તીર્થસ્થાનો, અજાણ્યા રમણીય વિસ્તારો ઐતિહાસિક સ્થળો વિશે સરસ અને અપ્રાપ્ય માહિતી એકત્રિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

અલબેલી અમરેલી વિશે શ્રી નાગનાથ મહાદેવમાં સચવાયેલ ઈ.સ.1817 ના શિલાલેખમાં “અમરવલ્લી” અને “ગીર્વાણવલ્લી” તરીકે નિર્દેશાય છે. સંશોધક, વિવેચક શ્રી નરોત્તમ પલાણ અમરેલીનું મુળ નામ અમરસ્થળી હોવાનું અનુમાન કરે છે. જયારે ડો.વસંતભાઈ પરીખ જણાવે છે કે, ગુજરાતના ઈતિહાસમાં અમરેલી ત્રણ બાબતોની વિશેષતા ધરાવે છે.પ્રાપ્ત થયેલા સિક્કા, દાઢીવાળા ગ્રીકની આકૃતિવાળી માટીની તકતી તથા આખા પશ્ર્વિમ ભારતમાં “ વિક્રમ સવંત” નો પહેલો ઉપયોગ અમરેલીમાં થયો હતો.

( 200 – 450 થી 220 – 150 ઉત્તર અક્ષાંશ અને 700 – 300 થી 710 – 450 પૂર્વ રેખાંશ )
પર સૌરાષ્ટ્રની લગભગ મધ્યમાં આવેલું અમરેલી ધન રાશીનો અને પૂર્વષાઢા નક્ષત્રનો પ્રદેશ છે.

જેમાં ભારે વિવિધતા છે. સમગ્ર જિલ્લો શૈક્ષણિક, સાંસ્કૃતિક, સામાજિક, સાહિત્યિક અને ઐતિહાસિક કે પ્રાકૃતિક રીતે વિશિષ્ટ ભૂમિકા ધરાવે છે.
જયાં પ્રવાસન માટેના અનેક સ્થળો વિકસી શકવાની શકયતા છે.

બી.કે. મારૂ